Saturday, February 18, 2012

તોરણ


પાંપણે બાંધ્યું મેં આંસુઓ નું તોરણ,
પલકો ઝુકાવી મેં કર્યું એનું જતન,
આંખો બીડાશે તો એ કેમ સચવાશે?
આંખોંમાં આંજ્યું મેં જાગરણ નું કાજળ,
કાળી રાતો ને વળી કાળું છે કાજળ,
કેમ કરી સાચવું આ રૂપેરી તોરણ?
વહેલેરો આવ નહીતો તૂટી જશે તોરણ,
અને અપશુકન ના મહેણાંથી ,
ગભરાઈ જશે આ મન
તારુંજ તોરણ ને તારું જ કાજળ,
તારે જ કાજે સજાવી મેં પાંપણ...અંબર

ધોધ


વાણીને વ્યર્થ વેડ્ફી હતી ,
પ્રેમની વાત જ્યારે કરી હતી,
આંસુને વ્યર્થ વહાવ્યા હતા,
જ્યારે વિદાયની વેળા આવી હતી,
આજે વાચા ખોવાઈ છે,
ને આંસુ સુકાયા છે,
પણ મન નો ધોધ ક્યાં છુપાવુ?
નાયગ્રા ની જેમ વહ્યા જ કરે છે.!!!.

Sunday, February 5, 2012

એકાકાર


તને યાદ કરું કે ન કરું,
તારી પાસે રહું કે ન રહું,
તને જોઉં કે ન જોઉં,
કોઈ ફરક નથી મુજને,
હું તરબતર છું,
મળેલાં ને માણું છું,
સુખદ સ્મૃતિઓના વનમાં ,
અનરાધાર વર્ષામાં ,
ભીંજાતી,
કુંપળ બનીને ,
ઝાકળ ઝીલતી,
પુષ્પ સુવાસને પીતી,
મધુમાલીની ના મંડપમાં,
આંખો મીંચી,
ઘુમતી,
ચાતકની તૃષ્ણાને
જાણતી,
કણકણમાં તને નિહાળતી,
તરુવર છાંય મા ,
આળોટતી,
અદભુત સુખની
અનુભૂતિમાં
કાળને હાથતાળી દેતી,
તારીજ રગરગમાં
સમાયેલી
હું..
એકાકાર છું.
સંપૂર્ણ છું,
તારી જ છું....અંબર

Saturday, February 4, 2012

વેણ

રાધા ને કહ્યું માધવે,
પ્રિયે,
જવું જરૂરી છે,
કારણ,
સમયને બાંધવો ...
શક્ય નથી,
વીતેલો સમય આપનો,
અને વિતનાર
સૌનો,
મારે વહેંચાવું જ પડશે,
અને,
તારે મારી સાથે,
ટુકડા-ટુકડા
થવું જ પડશે,રહેશે,
કદંબ નીચેની,
આપણી આ સાંજ,
અને
તેની સ્મૃતિ,
બાકીનું જીવન,
 તારું ને મારું
એકબીજાની અંદર,
પુરું થશે,
લે તારી વાંસળી
અને
લાવ મારું ,
પિચ્છ,
આટલો સહારો,
ઘણ  રહેશે,
બીજા જનમ સુધી.....




Monday, January 23, 2012

વ્યસન


તારા આવવાની રાહ જોવાનું મને વ્યસન થયું છે,
તું આવે કે ના આવે તો ય કોઈ ફરક નથી મને,
જરૂરી નથી વ્યસનીને નશો મળે ના મળે,કારણ
નશા વગરની તડપનું પણ વ્યસન થયું છે.

Thursday, January 19, 2012

માંગણ


પરમેશ્વરે પુછ્યું મને ,કે બોલ તારે શું જોઈએ,
પોટલામાંથી એક ઈચ્છા શોધી ના જડી મને,
આ માંગુ કે તે માંગુ ની વિમાસણ મારા હૈયે,
કાઈ ના સુઝતા નીકળ્યા શબ્દો,
વિના માંગે માણસ બનાવી,હવે માગણ કાં બનાવો ?
આપવું જ હોય તો એટલું આપો કે કાંઈ ના માંગુ હવે .

Tuesday, January 10, 2012

જીંદગી ની બદતમીઝી


હસતાં ને રમતાં,લડતા ને ઝગડતા ,
રીસાતા ને મનાતા,આંખોથી બોલતાં,
જીવાતી જાય છે આ જીંદગી,
માણવું,સ્મરણ કરવું અને શમણું જોવામાં ,
ગુજરતી જાય છે આ જીંદગી,
વિચારોને વાચા આપવામાં ,
મૂંગી બની જાય છે આ જીંદગી,
અને તોય સરતા-સરતા
બદતમીઝી કરી જાય છે આ જીંદગી,