તારા આવવાની રાહ જોવાનું મને વ્યસન થયું છે,
તું આવે કે ના આવે તો ય કોઈ ફરક નથી મને,
જરૂરી નથી વ્યસનીને નશો મળે ના મળે,કારણ
નશા વગરની તડપનું પણ વ્યસન થયું છે.
પરમેશ્વરે પુછ્યું મને ,કે બોલ તારે શું જોઈએ,
પોટલામાંથી એક ઈચ્છા શોધી ના જડી મને,
આ માંગુ કે તે માંગુ ની વિમાસણ મારા હૈયે,
કાઈ ના સુઝતા નીકળ્યા શબ્દો,
વિના માંગે માણસ બનાવી,હવે માગણ કાં બનાવો ?
આપવું જ હોય તો એટલું આપો કે કાંઈ ના માંગુ હવે .
હસતાં ને રમતાં,લડતા ને ઝગડતા ,
રીસાતા ને મનાતા,આંખોથી બોલતાં,
જીવાતી જાય છે આ જીંદગી,
માણવું,સ્મરણ કરવું અને શમણું જોવામાં ,
ગુજરતી જાય છે આ જીંદગી,
વિચારોને વાચા આપવામાં ,
મૂંગી બની જાય છે આ જીંદગી,
અને તોય સરતા-સરતા
બદતમીઝી કરી જાય છે આ જીંદગી,