Thursday, December 29, 2011
Monday, December 26, 2011
Tuesday, December 20, 2011
Monday, December 19, 2011
Sunday, December 18, 2011
Thursday, December 15, 2011
Tuesday, December 13, 2011
મારો દીકરો
અમારી જિંદગીમાં તારું આગમન,
સંપૂર્ણતા નું જાણે સરનામું,
વીજળીના ચમકાર જેવો તારો વાન,
અને દાડમની કળી જેવા હોઠ,
નાનકડા હાથનો સ્પર્શ ,અને
પ્રેમાળ આંખોનું સ્મિત,
તું મારો આંખનો તારો,અને
સૌ નો લાડકવાયો,
હસી,ખુશી,તારી જીન્દગી વીતે,
સૌને તારો સાથ ગમે,
ઉચાઇના સોપાન સર કરે,અને
હમેશા સર્વનું ભલું કરે,
જન્મદિન ની શુભકામનાઓ અને
કરોડો આશિષ સાથે તારું જીવન વીતે...........અંબર
૧૨/૧૨/૧૧
સંપૂર્ણતા નું જાણે સરનામું,
વીજળીના ચમકાર જેવો તારો વાન,
અને દાડમની કળી જેવા હોઠ,
નાનકડા હાથનો સ્પર્શ ,અને
પ્રેમાળ આંખોનું સ્મિત,
તું મારો આંખનો તારો,અને
સૌ નો લાડકવાયો,
હસી,ખુશી,તારી જીન્દગી વીતે,
સૌને તારો સાથ ગમે,
ઉચાઇના સોપાન સર કરે,અને
હમેશા સર્વનું ભલું કરે,
જન્મદિન ની શુભકામનાઓ અને
કરોડો આશિષ સાથે તારું જીવન વીતે...........અંબર
૧૨/૧૨/૧૧
Wednesday, December 7, 2011
Sunday, December 4, 2011
Wednesday, November 30, 2011
ઈંટ અને દિલ
ઈંટ,ચુના નાં મહેલોમાં ,એક નાજુક દિલ રહે છે,
કઠણ કોચલાની વચ્ચે,હમેશા મીઠું જળ વહે છે,
ધરાશયી થતી,ઈમારતોમાં અતુટ આત્મા વસે છે,
હસતી આંખોમાં,કેટલાંય સમુદ્ર ઘૂઘવે છે,
ઈંટ,ચુના નાં મહેલોમાં એક નાજુક દિલ રહે છે,
પત્થર કોતરીને ,પાણી રસ્તો એનો કરેછે,
ધબકતા હૈયાના અવાજમાં અતુટ મૌન રડે છે,
ચક્રવાત માં ફસાયેલું,સઘળું માટીમાં મળે છે,
પણ,એક નાજુક છોડ નમી-નમી ને જીવે છે,
ઈંટ,ચુના નાં મહેલોમાં ,એક નાજુક દિલ રહે છે..........અંબર
Sunday, November 27, 2011
Thursday, November 24, 2011
અંતિમ શણગાર
લાલ સાળુ ને લાલ ચાંદલો,સેંથીમાં લાલ કુમકુમ સોહે,
વહેંત ભર કાચનીચૂડીઓ પહેરાવી,
આજ સૌ મળી મને શણગારે,
નાં ઉતાવળ,નાં ઘાંટા,
નાં ઝડપનો કંટાળો ચડે,
એલાર્મ ક્લોકનો નાં અવાજ પણ નડે,
વહેલા ઉઠાવાની જરૂર નાં પડે,
નાં ઘર કે નાં નોકરી મને કંઈજ નાં નડે,
આજ રૂડો અવસર મારે આંગણે,
ને સૌ મને જ જોવા આવે,
કોક કંટાળીને, કોઈક પરાણે તો કોઈક સમાજે આવે,
સૌના ભાવ જોઈને મને આનંદ આવે,
આજ પ્રભુ ને પ્રાણ નું તાદાત્મ્ય લાધે,
શાંતિ,ઉત્સાહ ને હાશકારો લાવે,
બસ,
ઘડી-બે-ઘડી....
જવાની તૈયારી ,
થનગનતા મનને શાતા નાં આવે,
અરે,
આ ડૂસકું કયા ખૂણે થી આવે?
દીકરીના આંસુ,ને દીકરાની આંખો,
પ્રિયતમ નું મૌન ને મિત્રોની યાદો,
પણ,
હાથ નથી,અવાજ નથી કેમ કરી પાસે આવું?
જવું જ સત્ય છે,આજે માફ કરો,
ફરી કદી નહિ સતાવું ,
ફરી કદી નહિ આવું........અંબર
.
વહેંત ભર કાચનીચૂડીઓ પહેરાવી,આજ સૌ મળી મને શણગારે,
નાં ઉતાવળ,નાં ઘાંટા,
નાં ઝડપનો કંટાળો ચડે,
એલાર્મ ક્લોકનો નાં અવાજ પણ નડે,
વહેલા ઉઠાવાની જરૂર નાં પડે,
નાં ઘર કે નાં નોકરી મને કંઈજ નાં નડે,
આજ રૂડો અવસર મારે આંગણે,
ને સૌ મને જ જોવા આવે,
કોક કંટાળીને, કોઈક પરાણે તો કોઈક સમાજે આવે,
સૌના ભાવ જોઈને મને આનંદ આવે,
આજ પ્રભુ ને પ્રાણ નું તાદાત્મ્ય લાધે,
શાંતિ,ઉત્સાહ ને હાશકારો લાવે,
બસ,
ઘડી-બે-ઘડી....
જવાની તૈયારી ,
થનગનતા મનને શાતા નાં આવે,
અરે,
આ ડૂસકું કયા ખૂણે થી આવે?
દીકરીના આંસુ,ને દીકરાની આંખો,
પ્રિયતમ નું મૌન ને મિત્રોની યાદો,
પણ,
હાથ નથી,અવાજ નથી કેમ કરી પાસે આવું?
જવું જ સત્ય છે,આજે માફ કરો,
ફરી કદી નહિ સતાવું ,
ફરી કદી નહિ આવું........અંબર
.
Wednesday, November 23, 2011
યાદ
સાગરના ઘૂઘવતા મોજા,
કાળી રાત નો પડછાયો,
કાળમીંઢ પાષાણનો સથવારો,
એકલા હોવાનો અણસારો,
ચંદ્રની ચાંદની નો ચમકારો,
ભયાનક અવાજનો થડકારો,
કશુંય સ્પર્શતું નથી,
આજે,
તારી યાદ
એક અભાન અવસ્થાનો ,
સહારો બનીને મને -
અગમ માં તાણીજાય છે.
તું નથી એવી હકીકત
મને દરિયામાં ડુબાડી જાય છે,
અને તોય..
તારી યાદ મને જીવાડી જાય છે.....અંબર
કાળી રાત નો પડછાયો,
કાળમીંઢ પાષાણનો સથવારો,
એકલા હોવાનો અણસારો,
ચંદ્રની ચાંદની નો ચમકારો,
ભયાનક અવાજનો થડકારો,
કશુંય સ્પર્શતું નથી,
આજે,
તારી યાદ
એક અભાન અવસ્થાનો ,
સહારો બનીને મને -
અગમ માં તાણીજાય છે.
તું નથી એવી હકીકત
મને દરિયામાં ડુબાડી જાય છે,
અને તોય..
તારી યાદ મને જીવાડી જાય છે.....અંબર
Tuesday, November 22, 2011
માધવ
માધવ ,મુકીને વૃંદાવન તમે કેમ જઈ શક્યા!
મોરલીની માયા તમે કેવી રીતે વિસર્યા!
કર્મની મહત્તાએ ધર્મ કરવા તમને પ્રેરયા ,
પણ મન ની લાગણી ને તમે કેમ દામી શક્યા?
તમે તો વજ્ર બન્યા પણ,
મૃદુ મનની રાધાને ના સમજ્યા?
શું આ જ તમારી પ્રભુતા?
શું આ જ તમારી કર્મઠતા ?
ક્યારેક હૈયાને બોલવા દીધું હોત તો,
આજે મહાભારત પણ કૈક જુદું હોત!........અંબર
આપણી પળ
તારાઓ ને અજવાળે રાતની સુંદરતાને માણી તો જો ,
મઘમઘતી રાતરાણી ની સુગંધને એકવાર શ્વસી ને જો,
નિ:શબ્દ અવાજો ની એક ઝલક સાંભળી તો જો,
તમરાના ગુંજન ભરી વરસાદી પળો માં ભીંજાઈ ને જો,
ચંદ્રની ચાંદનીમાં હસતા-રમતા-સંતાતા વાદળાં તો જો,
સુરજની રોશની તો આરામની કબર છે,
આવી સરસ શીતળતામાં હાશ કરી તો જો,
કદાચ આવી પળો ફરી મળે -ન-મળે ......અંબર
Monday, November 21, 2011
Subscribe to:
Posts (Atom)




































