Sunday, December 4, 2011

મા

મા શબ્દની મીઠાશનો કોઈ પર્યાય નથી,
દુનિયાભરના પ્રેમની કોઈ વિસાત નથી,
માથે ફરતા હાથને કોઈ સ્વાર્થ નથી,
સામે કશું પામવાનો કોઈ વિચાર નથી,
નિ:સ્વાર્થ પ્રેમને ક્યાંય આડ-વાડ નથી,
બસ ચાહવું ,આપવું એ સિવાય એનો સંસાર નથી,
પ્રેમની પરાકાષ્ઠા નો આથી મોટો કોઈ અવકાશ નથી.........અંબર.

No comments:

Post a Comment