તારાઓ ને અજવાળે રાતની સુંદરતાને માણી તો જો ,
મઘમઘતી રાતરાણી ની સુગંધને એકવાર શ્વસી ને જો,
નિ:શબ્દ અવાજો ની એક ઝલક સાંભળી તો જો,
તમરાના ગુંજન ભરી વરસાદી પળો માં ભીંજાઈ ને જો,
ચંદ્રની ચાંદનીમાં હસતા-રમતા-સંતાતા વાદળાં તો જો,
સુરજની રોશની તો આરામની કબર છે,
આવી સરસ શીતળતામાં હાશ કરી તો જો,
કદાચ આવી પળો ફરી મળે -ન-મળે ......અંબર

No comments:
Post a Comment