સાગરના ઘૂઘવતા મોજા,
કાળી રાત નો પડછાયો,
કાળમીંઢ પાષાણનો સથવારો,
એકલા હોવાનો અણસારો,
ચંદ્રની ચાંદની નો ચમકારો,
ભયાનક અવાજનો થડકારો,
કશુંય સ્પર્શતું નથી,
આજે,
તારી યાદ
એક અભાન અવસ્થાનો ,
સહારો બનીને મને -
અગમ માં તાણીજાય છે.
તું નથી એવી હકીકત
મને દરિયામાં ડુબાડી જાય છે,
અને તોય..
તારી યાદ મને જીવાડી જાય છે.....અંબર
કાળી રાત નો પડછાયો,
કાળમીંઢ પાષાણનો સથવારો,
એકલા હોવાનો અણસારો,
ચંદ્રની ચાંદની નો ચમકારો,
ભયાનક અવાજનો થડકારો,
કશુંય સ્પર્શતું નથી,
આજે,
તારી યાદ
એક અભાન અવસ્થાનો ,
સહારો બનીને મને -
અગમ માં તાણીજાય છે.
તું નથી એવી હકીકત
મને દરિયામાં ડુબાડી જાય છે,
અને તોય..
તારી યાદ મને જીવાડી જાય છે.....અંબર

No comments:
Post a Comment