Tuesday, November 22, 2011

માધવ


માધવ ,મુકીને વૃંદાવન તમે કેમ જઈ શક્યા!
મોરલીની માયા તમે કેવી રીતે વિસર્યા!
કર્મની મહત્તાએ ધર્મ કરવા તમને પ્રેરયા ,
પણ મન ની લાગણી ને તમે કેમ દામી શક્યા?
તમે તો વજ્ર બન્યા પણ,
 મૃદુ મનની રાધાને ના સમજ્યા?
શું આ જ તમારી પ્રભુતા?
શું આ જ તમારી કર્મઠતા ?
ક્યારેક હૈયાને બોલવા દીધું હોત તો,
આજે મહાભારત પણ કૈક જુદું હોત!........અંબર

No comments:

Post a Comment