Tuesday, November 22, 2011

માટીનો માનવી

માનવી ને માટી માં શું નોખું?
માટી માંથી માનવી બને,
અને
માનવી માટી માં ભળે,
આ ચક્ર એકધારી ગતિમાં ,
નિરંતર ચાલ્યા જ કરતુ,
તૂટતું ને સાંધતું ,વળી
તાર-તાર કરતુ,
કુદરતનું રમકડું બન્યા જ કરતુ,
આ પિંડ જરા-મરણ ની સીડી બનીને,
મહાલ્યા જ કરતુ,-------અંબર.

No comments:

Post a Comment