Wednesday, November 30, 2011

ઈંટ અને દિલ

ઈંટ,ચુના નાં મહેલોમાં ,એક નાજુક દિલ રહે છે,
કઠણ કોચલાની વચ્ચે,હમેશા મીઠું જળ વહે છે,
 ધરાશયી થતી,ઈમારતોમાં અતુટ આત્મા વસે છે,
હસતી  આંખોમાં,કેટલાંય સમુદ્ર ઘૂઘવે છે,
ઈંટ,ચુના નાં મહેલોમાં એક નાજુક દિલ રહે છે,
પત્થર કોતરીને ,પાણી રસ્તો એનો કરેછે,
ધબકતા હૈયાના અવાજમાં અતુટ મૌન રડે છે,
ચક્રવાત માં ફસાયેલું,સઘળું માટીમાં મળે છે,
પણ,એક નાજુક છોડ નમી-નમી ને જીવે છે,
ઈંટ,ચુના નાં મહેલોમાં ,એક નાજુક દિલ રહે છે..........અંબર 


1 comment: